મારા બાદ કોઇ મહિલા લામા બને છે તો તે આકર્ષક હોવી જાઇએ – દલાઇ લામા

ન્યુ દિલ્હી,
તિબેટના આધ્યાÂત્મક ગુરુ દલાઇ લામાએ જણાવ્યું છે કે, જા તેમની બાદ કોઇ મહિલા દલાઇ લામા બને છે તો તે મહિલા આકર્ષક હોવી જાઇએ.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ૨૦૧૫ના વિવાદિત નિવેદનનું પુનરાવર્તન કરતા દલાઇ લામાએ જણાવ્યું હતું કે, મારા પછી કોઇ મહિલા દલાઇ લામે બને છે તો તે મહિલા આકર્ષક હોવી જાઇએ. જેટલું મહત્વ બુદ્ધિનું હોય છે તેટલું જ મહત્વ સૌંદર્યનું પણ હોય છે.
દલાઇ લામાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેમકે જા કોઇ મહિલા લામા બને છે અને તે ખુશ દેખાય છે તો લોકો પણ તેમને જાઇને ખુશ થશે અને જા કોઇ મહિલા લામા દુઃખી દેખાય છે તો લોકો તેમને જાવાનું પસંદ કરશે નહીં. સાચી સુંદરતા મનની સુંદરતા છે આ વાત સાચી છે પરંતુ મને લાગે છે કે આકર્ષક દેખાવું પણ જરૂરી છે.
દલાઇ લામાએ અમેરિકન રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પમાં નૈતિક સિદ્ધાંતોની ખામી હોવાની વાત પણ કરી હતી. દલાઇ લામાએ જણાવ્યું કે, એક દિવસ તેઓ કંઇક કહે છે અને બીજા દિવસે બીજુ કંઇક કહે છે. પરંતુ મારા મતે, તેમનામાં નૈતિક સિદ્ધાંતોની ખામી છે. જ્યારે તેઓ રાષ્ટÙપતિ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા ફર્સ્ટ. આ તદ્દન ખોટી વાત છે. અમેરિકાએ વૈશ્વિક જવાબદારી લેવી જાઇએ.