જાફરાબાદ : તપસ્વી બાપુની મૂર્તિ અનાવરણ ની ભવ્ય શોભાયાત્રા નીકળી ..

જાફરાબાદ નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુની મૂર્તિ અનાવરણ માં ભવ્ય શોભાયાત્રા ..
મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી ખાતે પરમ પૂજ્ય શ્રી રાઘવજીદસ (તપસ્વી બાપુની મૂર્તિ અનાવરણ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જાફરાબાદ ના મીતીયાળા ગામ થી બાપુ ની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં જાફરાબાદ મીતીયાળા બાબરકોટ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો તેમજ જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ જાફરાબાદના હિન્દુ સંગઠનના તમામ ગ્રુપના કાર્યકરો વેપારી આગેવાનો સહિત મહીલા મંડળ શોભાયાત્રા માં જોડાવા ..
તા ૭/૨ /૨૦૨૪ થી તારીખ ૯/૨ /૨૦૨૪ / સુંધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો થશે તેમ જ વિદ્વાન પંડિતો દ્વારા વિધિ કરવામાં આવશે તપોવન આશ્રમ ગરીબ મંડળ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમ સંચાલન કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમ ની સાથોસાથ રાત્રીના ભવ્ય ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે..તથા શુક્રવાર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગર નું બાંભણિયા બ્લડ બેંક દ્વારા કરવામાં આવશે..
રિપોર્ટ : બાબુ વાઢેળ જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300