ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટીસની ભરતી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટીસની ભરતી
Spread the love

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટીસની ભરતી

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૩ ફેબ્રુઆરીએ ઈન્ટરવ્યુમાં ભાગ લેવા અનુરોધ

અમરેલી : ( ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે અમરેલી જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની તથા અમરેલી, ધારી, રાજુલા,સાવરકુંડલા, લીલીયા,બાબરા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ની જોગવાઇ અનુસાર એપ્રેન્ટીસ(૨૦૨૪-૨૫) ભરતી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ગ્રેજયુએટ એન્જિનીયર સિવિલ, ડિપ્લોમા એન્જિનીયર સસિવિલસ , કોપા આઇ.ટી.આઇ.(બે વર્ષના ટ્રેડવાળા) ની લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA/ MSDE અથવા MHROમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. તેમજ કચેરીના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુનું સ્થળ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, જા.આ.બી. વિભાગ નં.૧, ગુ.પા.પુ અને ગ.વ્ય. બોર્ડ, લાઠી રોડ, એસટી ડીવીઝન પાછળ, સરસ્વતી સ્કુલ સામે, અમરેલી-૩૬૫૬૦૧ છે. ઇન્ટરવ્યુની તારીખ અને સમય તા.૧૩/૦૨/૨૦૨૪(મંગળવાર) સવારે ૧૦.૩૦ કલાક થી રહેશે. ઇન્ટરવ્યુમાં ભાગ લીધેલ ઉમેદવારને તાલીમાર્થી તરીકે પસંદ કરવા કે નાપસંદ કરવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીશ્રીને અબાધિત રહેશે, તેમ કાર્યપાલક ઈજનેરશ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!