‘બજેટ’ – અમીરોને ફટકાર, મધ્યમ વર્ગને ડિંગો

‘બજેટ’ – અમીરોને ફટકાર, મધ્યમ વર્ગને ડિંગો
Spread the love

ન્યુ દિલ્હી,
બીજી મુદત માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કર્યું છે. એમણે કરવેરાના સ્લેબમાં કોઈ રાહત આપી નથી. સીતારામન ભારતનાં પ્રથમ ફૂલ-ટાઈમ મહિલા નાણાં પ્રધાન છે. નાણાં મંત્રીએ બજેટમાં ગામડાં, ખેડૂતો અને યુવાનો માટે કેટલીય જાહેરાત કરી. બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે. ચાણક્્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દ્રઢ સંકલ્પ હોય તો ઉદ્દેશ પૂરો થાય છે. અત્યારે આપણી ૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી છે. આપણે ચીન અને અમેરિકા પછી ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમાં ૫ વર્ષમાં ટેક્સ, બેન્કરપ્સી અને રિયલ એસ્ટેટમાં ઘણાં સુધારા કર્યા છે. ઈઝ ઓફ ડૂંઈંગ બિઝનેસ અને મુદ્રા લોન જેવા સુધારાથી વેપાર સરળ બન્યો છે. દેશના ભવિષ્ય માટે જનતાએ અમારા બે લક્ષ્યોને સહમતિ આપી છે. તે છે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ. અમારો હેતુ મજબૂત ભારતનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યુ હતુ કે. પ્રત્યક્ષ ટેક્સના કલેક્શનમાં વધારો થયો છે.

ટેક્સનું કલેક્શન ૨૦૧૩-૧૪માં ૬.૩૮ લાખ કરોડથી વધીને ૨૦૧૮-૧૯માં ૧૧.૩૭ લાખ કરોડ રૂપિયા થયો છે. જેમાં ૭૮ ટકાનો વધારો થયો છે. દેશમાં વાર્ષિક ૨૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ અત્યારે ૨૫ ટકા છે. ૪૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપની પણ ૨૫ ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. એટલે કે ૯૯.૩ કંપનીઓ ૨૫ ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. માત્ર ૦.૭ ટકા કંપનીઓ જ આ સ્લેબમાંથી બહાર છે. મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે. હવે ૨થી ૫ કરોડની કમાણી કરનાર લોકો પર ૩ ટકા વધારાનો ટેક્સ અને ૫ કરોડથી વધારે કમાણી કરનાર પર વધારાનો ૭ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયેલ અંતરિમ બજેટમાં ૫ લાખની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓને ટેક્સથી સંપૂર્ણ રીતે રાહત આપવાની જાહેરાતને રજૂ કરી છે. ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારની છેડછાડ નથી કરવામાં આવી. સોના પર કસ્ટમ ડ્યટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી. તમાકુ પર વધારાનો વેરો લગાવવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલ પર ૧-૧ રૂપિયો સેઝ વધારવામાં આવ્યો. મિડલ ક્લાસ માટે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે.

હવે રૂ. ૪૫ લાખનું ઘર ખરીદવા પર વધારે રૂ. ૧.૫ લાખની છૂટ આપવામાં આવી છે. હાઉસિંગ લોનના વ્યાજપર મળનારી છૂટ હવે ૨ લાખથી વધીને રૂ. ૩.૫ લાખ કરવામાં આવી છે. આ સિવાય રૂ. ૨.૫ લાખ સુધીના ઈલેÂક્ટ્રક્ટ વેહિકલ પર ભારે છૂટ આપવામાં આવી છે. સીતારમણે કહ્યું આગામી પાંચ વર્ષમાં ૧.૯૫ કરોડ ઘર બનાવવામાં આવશે. તમામ ગરીબોની પાસે ૨૦૨૨ સુધી પોતાનું ઘર હશે. આ ઘરોમાં ગેસ-વીજળી કનેકશન અને ટોયલેટ હશે. તેમણે કહ્યું કે સરકાર ગ્રામીણ પરિવારોના જીવનમાં ફેરફાર લાવવા માંગે છે. એમણે કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર કામ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદન સાથે જાડાયેલા કામોમાં પ્રાઇવેટ આંત્રપ્રન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. સીતારમણે કહ્યું કે ૨૦૨૪ સુધી ગામના તમામ ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. તેમા દરેક ઘરમાં ટાંકી પહોંચાડવામાં આવશે. એમણે બતાવ્યું કે આ કામ જળ જીવન મિશન હેઠળ કરવામાં આવશે. તેમા દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે.

સીતારમણને ઉજ્જવલા યોજના હેઠળ ગામમાં મળનાર એલપીજી કનેક્શન, વીજળીની સુવિધાનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે, ૨૦૨૨ સુધી ગામના તમામ પરિવારને વીજળી અને એલપીજી ગેસની સુવિધા આપવામાં આવશે. સીતારમણે કહ્યું કે જે લોકો કનેક્શન નહીં લેવા ઇચ્છતા, તેમને છોડીને ૨૦૨૨ સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારમાં વીજળી કનેક્શન અને સ્વચ્છ ઇંધણ આધારિત રસોઇ આપવામાં આવશે. નાણામંત્રીએ ભાષણમાં કહ્યું કે મીડિયામાં પણ વિદેશી રોકાણની સીમા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં ૧૦૦ ટકા વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં વિકસ્યો છે. અમારી સરકાર આ તાકાતને વધારવા માંગે છે અને સેટેલાઇટ લોન્ચ કરવાને ક્ષમતાને વધારવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!