૨૦૧૯માં બેન્કોમાં છેતરપિંડીના કુલ ૭૧૫૪૩ કરોડના કિસ્સા બન્યા

૨૦૧૯માં બેન્કોમાં છેતરપિંડીના કુલ ૭૧૫૪૩ કરોડના કિસ્સા બન્યા
Spread the love

મુંબઇ,
બૅન્કોએ આપેલા અહેવાલો મુજબ ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં છેતરપિંડીના કુલ ૭૧,૫૪૩ કરોડ રૂપિયાના કિસ્સા બન્યા હતા જે ૭૩ ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે, એમ રિઝર્વ બૅન્ક આૅફ ઇÂન્ડયા (આરબીઆઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. માર્ચ ૨૦૧૯ સુધીમાં છેતરપિંડીના ટોચના પાંચ, ૧૦ અને ૧૦૦ કિસ્સા બન્યા હતા જેનું પ્રમાણ કુલ મળીને અનુક્રમે ૨૪ ટકા, ૩૪ ટકા તથા ૭૦ ટકા હોવાનું આરબીઆઇના ચીફ જનરલ મૅનેજર જયંત ડૅશે જણાવ્યું હતું.

૨૦૧૮ના નાણાકીય વર્ષમાં કુલ ૪૧,૧૬૭ કરોડ રૂપિયાના ઠગાઈના કિસ્સા બન્યા હતા, એમ તેમણે અહીં ક્ધફેડરેશન આૅફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ની એક ઇવેન્ટમાં માહિતી આપતી વખતે ઉમેર્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ૫૦ કરોડ અને એનાથી વધુ મૂલ્યના છેતરપિંડીના કિસ્સાની સંખ્યા એક ટકો હતી, પરંતુ છેતરપિંડીની ઘટનાઓને કારણે સરકારી તિજારીને જે નુકસાન થયું હતું એનું પ્રમાણ પોણા ભાગ જેટલું હતું.

બૅન્કો દર વર્ષે સામાન્ય રીતે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના બનાવો બન્યા હોવાના અહેવાલો આપતી હોય છે. ૨૦૧૫ના નાણાકીય વર્ષથી માંડીને અત્યાર સુધીમાં કુલ મળીને ૧,૭૪,૭૯૮ કરોડ રૂપિયાની છેતરપિંડીઓ થઈ છે જે આગલા એટલા જ સમયગાળામાં થયેલી ૮૨,૯૫૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરતાં ૨૧૧ ટકા વધુ કહી શકાય. જયંતકુમારે એવું પણ કહ્યું હતું કે ‘કોર્પોરેટ છેતરપિંડી ભાગ્યે જ એક જ પગલું ભરાવાને કારણે થયેલી છેતરપિંડીના રૂપમાં હોય છે. મોટા ભાગના છેતરપિંડીના બનાવો મૅનેજમેન્ટ ટીમો દ્વારા આચરવામાં આવતા હોય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!