મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રામભરોસે : અનેક મુસાફરો રઝળી પડ્યા

મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રામભરોસે : અનેક મુસાફરો રઝળી પડ્યા
Spread the love

મોરબી : મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રામભરોસે ચાલતી હોય તેવી સ્થિતિમાં આજે મોરબીથી વહેલી સવારે 6 વાગ્યે ઉપડતી ડેમુ ટ્રેન ખોટકાઈ જતા વાંકાનેરથી અન્ય ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરનાર અનેક મુસાફરો રઝળી પડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રેલવે દ્વારા મોરબી – વાંકાનેર વચ્ચે વહેલી સવારથી સાંજ સુધી ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે જેમા આજે મંગળવારે સવારે 6 વાગ્યે મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન બંધ પડી જતા વાંકાનેરથી લાંબા રૂટની કનેક્ટિવિટી માટે જતા અનેક મુસાફરો મોરબી ખાતે રઝળી પડયા હતા. ડેમુ ટ્રેન ખોટકાતા મોરબી ઉપરાંત નજરબાગ રેલવે સ્ટેશન ખાતે પણ મુસાફરો સમયસર વાંકાનેર નહિ પહોંચી શકતા વાંકાનેરથી 6.47 ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન ચુકી જવાતા મુસાફરોમાં રેલવે તંત્રની લાપરવાહ નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

images-1-0.jpeg 11-31-26-IMG-20240213-WA0001-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!