દ.આફ્રિકાના કેપટાઉનમાં ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળમારી હત્યા

કેપટાઉન,
દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મરનારમાં ૧૮ થી ૨૬ વર્ષની છ મહિલાઓ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર છે. હત્યારાઓના ઉદ્દેશ્યની અત્યાર સુધી જાણકારી મળી નથી. આ મામલે અત્યાર સુધી કોઇની ધરપકડ થઇ નથી.
પોલીસ પ્રવક્તા વેન વિકે કÌšં કે ૧૮ થી ૨૬ વર્ષની છ મહિલાઓની શુક્રવારે રાત્રે પૂર્વી ફિલીપ્પી શહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. છેલ્લા અમુક વર્ષોથી અહીં ગેંગવોરની ઘણી ઘટનાઓ થઇ છે. વેન વિકના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે હનોવેર પાર્ક પાસે એક ૨૩ વર્ષીય યુવક અને ૧૮ વર્ષની યુવતીને ગોળી મારી દેવાઇ હતી. આ બન્ને સવારે ફરવા માટે નિકળ્યાં હતાં. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેન વિક પ્રમાણે પોલીસે ડબલ મર્ડરનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સ્થાનીય તંત્રએ સરકાર પાસેથી આર્મીની માંગ કરી છે. તાજેતરમાં જ પોલીસ મંત્રી ભેકે સેલેએ કેપટાઉનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગેંગવોરથી પીડિત સમુદાયને સંબોધન કર્યું હતું. પોલીસ પ્રમાણે આ મુલાકાત બાદ હિંસાની ઘટનાઓ વધી છે.