કર્ણાટકઃ સરકાર બચાવવા મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવશે!!?

બેંગ્લુરુ,
૧૩ મહિના જૂની ગઠબંધન સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પદ પરથી રાજીનામું આપી શકે છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ જેડીએસના ૧૩ ધારાસભ્યો રાજીનામા પછી રાજકીય અસ્થિરતા રોકવા માટે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગઠબંધન સરકારના નવા મુખ્યમંત્રી બની શકે છે. રાજીનામું આપનાર ૧૩ ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં રોકાયા છે. તો ભાજપે કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામાને કોંગ્રેસનો ડ્રામા ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જાશીએ કહ્યું, કોંગ્રેસ લાલચી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા માટે આ ડ્રામા કરી રહ્યું છે. કોંગ્રેસના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને સલાહ આપી છે કે ગઠબંધન સરકાર બચાવવા માટે મÂલ્લકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવી શકાય છે.
ખડગેને સમર્થન આપવા માટે જેડીએસ તૈયાર
કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યો બાદ દેવગૌડાએ શનિવારે રાતે સોનિયા ગાંધી સાથે વાત કરીને ભાજપને સત્તામાંથી દુર કરવા માટે ખડગેને સમર્થન આપવાની વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીએ રાતે જ પાર્ટીની કોર કમિટિની બેઠક બોલાવી હતી અને તેમા ગૌડાના સૂચન પર વિચાર કર્યો હતો. બેઠકમાં ખડગેને કર્ણાટક મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી રાજ્યમાં ગઠબંધન સરકારને બચાવી શકાય.
કેન્દ્રીય મંત્રી જાશીએ કહ્યું કે, આ અપવિત્ર ગઠબંધન છે. કોંગ્રેસ કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા માટે આ કરી રહી છે. સાથે જ ધારાસભ્યોના રાજીનામા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાના આરોપ અંગે જાશીએ કહ્યું કે, આ ખોટું છે, કોંગ્રેસ પાર્ટીની પાસે હવે કોઈ નેતા વધ્યો નથી. ભાજપના રાજ્યમાં સરકાર બનાવવાના સવાલ પર કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે,રાજ્યપાલ નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર રાખે છે. બંધારણના મત હેઠળ જા તે અમને બોલાવે છે, તો અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ. અમે સૌથી મોટો પક્ષ છીએ. અમારી સાથે ૧૦૫ ધારાસભ્ય છે. જા ભાજપની સરકાર બનશે તો યેદિયુરપ્પા મુખ્યમંત્રી બનશે.