ભારતીય સેના અને સરકાર પર સતત હુમલા થવા જાઇએ – જવાહિરી

ન્યુ દિલ્હી,
ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલ કાયદાના ખૂંખાર આતંકવાદી અલ જવાહિરીએ કાશ્મીરને લઈ ભારતને ધમકી આપી છે. જવાહિરીએ કાશ્મીરમાં આતંક ભડકાવવાને લઈ સંદેશ જાહેર કર્યો છે. જવાહિરીએ ‘કાશ્મીર કો મત ભૂલના’ નામથી સંદેશ જાહેર કર્યો છે. આતંકવાદીઓ જેહાદી-મુજાહિદીન ગણાવતાં જવાહિરીએ કÌšં છે કે કાશ્મીરમાં લડી રહેલા જેહાદીઓને પાકિસ્તાની એજન્સીઓથી પકડમાંથી છોડાવવા જાઈએ. મુજાહિદીનોને શરિયાના હિસાબથી પોતાની રણનીતિ બનાવવી જાઈએ. જવાહિરીએ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોની વિરુદ્ધ જેહાદ છેડવા માટે કÌšં છે.
૧૪ મિનિટના સંદેશમાં જવાહિરીએ કÌšં, “મારા વિચારથી કાશ્મીરમાં મુજાહિદીનને એકાગ્રતાથી ભારતીય સેના અને સરકાર પર નિશાન સાધવું જાઈએ. તેમને ફિદાયીન હુમલાને અંજામ આપવો જાઈએ. તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા પર ખાસી અસર થશે. સાથોસાથ ભારતને સૈનિકોની ભારે ઘટનો સામનો કરવો પડશે.
જવાહિરી જે સમયે બોલી રહ્યો હતો ત્યારે જાકિર મૂસાની તસવીર સ્ક્રીન પર દેખાતી હતી, પરંતુ તેણે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આ વર્ષે કાશ્મીરમાં સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો હતો. જાકિર મૂસા અનસાર ગજવાત-ઉલ-હિન્દનો પ્રમુખ હતો. તે સંગઠન અલ-કાયદા સાથે પણ જાડાયેલો હતો. ‘વોલ સ્ટ્રીટ જનરલ’ મુજબ અલ જવાહિરીએ ૧૯૮૮માં અલ-કાયદાની સ્થાપના કરવામાં લાદેનની મદદ કરી હતી અને તેણે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનમાં સંગઠનની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યુ હતું.