આવાસ યોજનાનાં ઘરો ભાડે આપતા પહેલા સાવધાન..!!

રાજકોટ,
રાજકોટ શહેરમાં ઘરનું ઘર નહી ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની માલિકીનું ઘર પ્રાપ્ત કરે તેવા હેતુથી બનાવાયેલી વિવિધ આવાસ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિવિધ આવાસ યોજનામાં ખરેખર જેઓને આવાસ ફાળવવામાં આવેલા છે એ લાભાર્થીઓ જ રહે છે કે અન્ય કોઈ વ્યÂક્ત તેની ચકાસણી કરવા માટે છ ટીમની રચના કરી છે અને આ ટીમો દ્વારા ચકાસણી ચાલુ કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ કÌšં હતું કે, આ આવાસ યોજનાઓનો હેતુ ઘર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના ઘરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ (સાત) વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યÂક્તને આપી શકાશે નહી. કમિશનરે વિશેષમાં કÌšં કે, આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં આવી પ્રવૃતિઓ ચલાવી નહી લેવાય.