આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૧ મે ૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે

આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૧ મે ૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે
Spread the love

ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૧ મે ૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કૃષિલક્ષી વિકાસ સાથે, ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને મેળવી શકશે. ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે, તે હેતુસર આઈ-ખેડુત પોર્ટલ તા. ૧૧મી મે-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે, તેમ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ફળ, શાકભાજી, ફુલ અને મસાલા પાકોના વાવેતર માટે, ફાર્મ મિકેનાઇઝેશન (મીની ટ્રેકટર, પાવરટીલર, પાક સંરક્ષણના સાધનો), રક્ષિત ખેતી (ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક આવરણ), નર્સરી એકમો ઉભા કરવા માટે, મધમાખી ઉછેર, મશરૂમ ઉત્પાદન, કાપણી પછીનું વ્યવસ્થાપન (કોલ્ડ સ્ટોરેજ, રાઇપનીંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મીનીમલ પ્રોસેસીંગ એકમ), બાયો કન્ટ્રોલ લેબોરેટરી, ટીસ્યુકલ્ચર લેબોરેટરી સ્થાપવા, શોટીંગ ગ્રેડીંગના સાધનો (વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ) વગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240312_223749_749.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!