મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય
રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રીએ આ કિસાનહિતકારી નિર્ણય કર્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300