બાબરા : ધારાસભ્ય ના વરદ હસ્તે પશુ આરોગ્ય એમ્બ્યુલન્સ(૧૯૬૨) નું લોકાર્પણ

ધારાસભ્યશ્રી ના પ્રયાસોથી મંજૂર થયેલ
બાબરા ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના વરદ હસ્તે પશુ આરોગ્ય એમ્બ્યુલન્સ(૧૯૬૨) નું લોકાર્પણ કરવામાં આવ્યું
ધારાસભ્ય જનક તળાવીયા ના પ્રયાસોથી 1962 એમ્બ્યુલન્સ ને મંજુરી આપવામાં આવી
સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના અને દેશના દરેક વ્યક્તિને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેવી જ રીતે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા પશુ આરોગ્ય માટે પણ એટલી જ ચિંતા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં દસ ગામ દીઠ પશુ આરોગ્ય વાન 1962 ફાળવવામાં આવી રહી છે ત્યારે હાલ બાબરા તાલુકા પશુ આરોગ્ય વાન કાર્યરત છે જેમાં તાલુકાના મોટાભાગના ગામડાઓને આ સેવા હેઠળ આવરી લેવામાં આવેલ છે હાલ બાબરા તાલુકાના લોંનકોટડા નજીક આવતા 10 ગામો જેમાં નડાલા, રાણપર, થોરખાંણ, ઇસાપર, ત્રંબોડા, નોંઘણવદર, ગમાં પીપળીયા, પાનસડા, મિયા ખીજડીયા સહિતના ગામો માટે નવી પશુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આ પશુ આરોગ્ય એમ્બ્યુલન્સ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ છે જેથી વધુ 10 ગામો આ સેવા હેઠળ આવરી લેવામાં આવશે અને વધુ 10 ગામોને સરકારની આ યોજના હેઠળ લાભ મળશે આ નવી ફાળવવામાં આવેલ પશુ આરોગ્ય એમ્બ્યુલન્સ નું લોકાર્પણ લાઠી બાબરા ના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના વરદ હસ્તે બાબરા ખાતેથી કરવામાં આવેલ હતું
આ લોકાર્પણ પ્રસંગે ભુપેન્દ્રભાઈ બસિયા , નીતિનભાઈ રાઠોડ, હિંમતભાઈ દેત્રોજા, બાબુભાઈ રામાણી, હિતેશભાઈ કલકાણી, રાજુભાઈ વીરોજાં, પશુ દવાખાના લાઠીના ડો. મકવાણા,પશુ આરોગ્ય એમ્બ્યુલન્સ ના અધિકારીશ્રી, કર્મચારીશ્રી, સહિત બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી
આ તકે ટોલ ફ્રી નંબર 1962 નો સંપર્ક કરી દરેક લોકો પોતાના પશુની સારવાર માટે આ પશુ સારવાર એમ્બ્યુલન્સ નો બહોળા પ્રકારમાં લાભ લે તેવી અપીલ ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવી હતી
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300