પીસી-પીએનડીટી એક્ટ અન્વયે અમરેલી ખાતે વર્કશોપ યોજાયો

પીસી-પીએનડીટી એક્ટ અન્વયે અમરેલી ખાતે વર્કશોપ યોજાયો
Spread the love

પીસી-પીએનડીટી એક્ટ અન્વયે અમરેલી ખાતે વર્કશોપ યોજાયો

અમરેલી : પીસી- પીએનડીટી એકટ-૧૯૯૪ અંતર્ગત અમરેલી જિલ્લામાં કાર્યરત પીસી-પીએનડીટી સમિતિ (અમરેલી જિલ્લા પંચાયત – આરોગ્ય શાખા) દ્વારા તાજેતરમાં રજિસ્ટર્ડ તબીબોનો વર્કશોપ અમરેલી ખાતે યોજવામાં આવ્યો હતો.
આરોગ્ય તંત્રની જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, અમર ડેરી ચેરમેનશ્રી તથા જાહેર આરોગ્ય સમિતિ ચેરમેનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ હાજર રહેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વર્કશોપ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા અમરેલી સી.ડી.એચ.ઓ.શ્રી ડૉ.આર.એમ.જોષીએ જણાવ્યુ કે, સમાજમાં દીકરા-દીકરીઓના જન્મદર સમાન રહે, દીકરી જન્મને વધાવવામાં આવે, સમાજમાં સ્ત્રી જાતિદર સમાન જાળવવાની સમસ્યાના નિવારણ માટે જનજાગૃત્તિ આવશ્યક છે. રાજય સરકાર, ખાનગી તબીબક્ષેત્ર અને સામાજિક રીતે નિવારણ લાવી શકાય.
ગાંધીનગર સ્થિત તજજ્ઞ શ્રી ડૉ.આર.આર.વૈદ્યે, પીસી- પીએનડીટી એકટ-૧૯૯૪ એકટ, એક્ટની વિવિધ કલમો અને જોગવાઇઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતુ.
નેશનલ બર્થ ડિફેકટ અવરનેશ મન્થની ઉજવણીના ભાગરુપે ડૉ.આર. કે. જાટ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ. ખોડખાપણ ધરાવતા હોય તેવા બાળકોને સારવાર માટે સરકારી સહાય આપવામાં આવે છે તે અંગે તેમણે વિગતો જણાવી હતી.
અમરેલી જિલ્લા સલાહકાર (પીસી-પીએનડીટી) સમિતિના ચેરમેનશ્રી ડૉ.જી.જે.ગજેરાએ જણાવ્યુ કે, જાતિ અંગેનું ભૃણ પરીક્ષણ થતું હોય અને તે ધ્યાને અનુરોધ કર્યો હતો.
‘નેશનલ બર્થ ડિફેકટ અવરનેસ મન્થ’ની ઉજવણીના ભાગરૂપે ડો.આર.કે.જાટ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ અને ખોડખાપણ વાળા બાળકોની જન્મની સારવાર સરકાર દ્વારા તદ્દન નિઃશુલ્ક થાય છે. જેથી આવા કોઇ બાળક હોય તો સરકારી તંત્રનું ધ્યાન દોરવા હાજર રહેલા ડોકટરશ્રીઓને અપીલ કરવામાં આવી હતી, તેમ અમરેલી જિલ્લા પંચાયત (આરોગ્ય શાખા) મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240315_232645_808.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!