વડિયા સુરત એસટી સ્લિપર કોચને લીલીઝંડી આપવામાં આવી

વડિયા સુરત એસટી સ્લિપર કોચને લીલીઝંડી આપવામાં આવી
વર્ષો જુની માંગણી સંતોષાતા વડિયા કુંકાવાવ સહિતના ગ્રામજનો ને હવે આરામ દાયક સ્લીપર કોચ એસટી બસ ની સુવિધા મળતાં લોકોમાં ખુશી નો માહોલ સર્જાયો
વડિયા વિસ્તારમાં થી મોટીસંખ્યામાં લોકો સુરત ખાતે રત્નકલાકારો હીરા ધસુ વસવાટ કરે છે ત્યારે વડિયા થી માત્ર ૪૬૦ રૂપિયા મા સુરત પહોંચાડશે
વડિયા થી સુરત જવા માટે એસટી બસ સાદી ચાલતી હતી ત્યારે લાંબા રૂટ પર મુસાફરી દરમિયાન અગવડતા પડતી હોવાથી વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર દ્વારા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરી હતી ત્યારે આજે વડિયા સુરત રૂટ પર નવી નક્કોર સ્લિપર કોચ એસટી બસ સરૂ કરતા લોકોમાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આ તકે જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક,વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઇ હીરપરા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરીયા સહિતના એ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા નો આભાર માન્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300