જૂન મહિનામાં ચોમાસુ નિષ્ફળ જતાં અડધા ભારતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાશે

ન્યુ દિલ્હી,
જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં માત્ર ૧૭.૩૫ ટકા જ વરસાદ પડતાં અર્ધા દેશમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થવાનો જાખમ દેખાય છે, એમ પુણે સ્થિતિ હવામાન ખાતાએ ભય વ્યક્ત કર્યો હતો. જા કે જુલાઇ મહિનામાં દેશના કેટલાક ભાગમાં સારો વરસાદ પડયો હતો, છતાં કેટલાક ભાગમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં, એમ હવામાન ખાતાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની ૬૦ ટકા ખેતી વરસાદ આધારિત છે. હવામાન ખાતાના જૂન મહિનાના આંકડા અનુસાર, ચોમાસું બેસતા ૧૯ જિલ્લા અથવા ૧.૫ ટકા વિસ્તાર અત્યંત સુકા રહ્યા હતા. ૬.૩૧ ટકા અથવા ૪૮ જિલ્લા અત્યંત ભીના રહ્યા હતા અને ત્યાં પાણીનો સકારાત્મક દેખાવ રહ્યો હતો. જ્યાં વરસાદ પડયો નહતો તેવા રાજ્યોમાં મિઝોરામ, ઝારખંડ. પશ્ચિમ બંગાળ, કેરળ,મણીપુર, નાગાલેન્ડ, તામિલનાડૂ, તેલંગાણા, કેરળ અને પંજાબ રાજ્યોનો સમાવેશ થતો હતો. પરંતુ જા જુલાઇમાં વરસાદ પડે તો સ્થિતિમાં સુધાર આવી શકે છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક ભાગમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડયો હતો. પહેલી જુલાઇથી નવમી જુલાઇ વચ્ચે સામાન્ય કરતાં ૧૮ ટકા વધુ વરસાદ પડયો હતો. પરંતુ દક્ષિણના રાજ્યોમાં ૨૯.૮ ટકા ઘટ છે તો પૂર્વ અને પૂર્વોત્તરમાં ૫.૮ ટકા માઇનસ છે. મધ્ય ભારતમાં માત્ર નવ જ દિવસોમાં સરેરાશ કરતાં ૫૬.૫ ટકા વધુ વરસાદ પડયો હતો. જુલાઇ માટે લોંગ પિરિયડ એવરેજના ૯૧ ટકાની આગાહી કરી હતી. કેટલાક સુકા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડતાં Âસ્થતિમાં સુધાર થયો હતો. બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે’એમ હવામાન ખાતાના એક અધિકારીએ કહ્યું હતું.