મોબ લિન્ચિંગમાં પીડિતનું મોત થાય તો આજીવન કેદ

લખનૌ,
ઉત્તર પ્રદેશના લો કમિશ્નરે રાજ્ય સરકાર પાસે મોબલિન્ચિંગ મામલે આરોપીઓને આજીવન કેદની સજાની જાગવાઇની માગણી કરી છે. આના માટે કમિશ્નરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક રિપોર્ટ પણ મોકલ્યો હતો. કમીશનના ચેરમેન નિવૃત્ત જÂસ્ટસ આદિત્યનાથ મિત્તલે ગુરુવારે જણાવ્યું કે, મોબ લિન્ચિંગ દરમિયાન જા પીડિતનું મોત થાય છે તો આરોપીઓને આજીવન કેદની સજા મળવી જાઇએ. આ તેમના માટે સૌથી મોટી સજા હશે. મિત્તલે જણાવ્યું હતું કે, મોબ લિન્ચિંગની ઘટનાઓ દેશમાં સતત વધી રહી છે. કમીશને ખૂબ જ અભ્યાસ બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે મુખ્યમંત્રીની સામે રજુ કરાયો હતો. ૧૨૮ પાનાના રિપોર્ટમાં સૂચન અપાયા છે કે કેવીરીતે આ ધટનાઓ પર રોક લગાવવી જાઇએ અને આરોપીઓને કયા આધારે આજીવન કેદની સજા ફટકારવી જાઇએ. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની ભલામણ પર તૈયાર આ રિપોર્ટમાં મોબ લિન્ચિંગની અનેક ઘટનાઓ અને કોર્ટના નિર્ણય અંગે જણાવવામાં આવ્યું છે. આ કાયદાને ઉત્તર પ્રદેશ કોમ્બેટિંગ ઓફ મોબ લિન્ચિંગ એક્ટ નામ અપાશે. કમીશને રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આરોપીઓને સજા અપાવવાની જવાબદારી પોલીસ અધિકારીઓ અને જિલ્લા મજિસ્ટ્રેટની રહેશે. જા તેઓ આ કામમાં નિષ્ફળ રહે છે તો તેમની ઉપર પણ કાર્યવાહી થવી જાઇએ. આ કાયદા હેઠળ પીડિતના પરિવારના લોકોને જાન-માલના નુકસાન માટે વળતર પણ આપાવમાં આવશે.