હાઈવે પર થવા લાગ્યો ડોલરનો વરસાદ, લોકો રસ્તા પરથી લૂંટી ગયા ૧.૨૦ કરોડ!

વાશિંગ્ટન,
અમેરિકાના એક હાઇ-વે પર અચાનક ડોલનો વરસાદ થવા લાગ્યો હતો. ચલણી નોટો હવામાં ઉડતી જાઇને હાઇ વે પરથી પસાર થઇ રહેલા લોકોએ પોતાની ગાડીઓ રોકીને નોટો એકત્ર કરવામાં લાગી ગયા હતા. હાઇ પર ડોલર લૂંટી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નોર્થ એટલાન્ટાના ઈન્ટરસ્ટેટ હાઇવે નંબર ૨૮૫ પર નોટોથી ભરેલો એક ટ્રક(આર્મર્ડ ટ્રક) પસાર થઇ રહ્યો હતો. ટ્રકનો દરવાજા ખુલ્લો રહી જતા હાઇ વે પર નોટો વરસવા લાગી હતી. આર્મર્ડ કંપનીએ જણાવ્યું હતું કે, લોકોએ ૧,૭૫,૦૦૦ ડોલર એટલે કે ૧૨૦ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. હાઇ વે પરથી પસાર થઇ રહેલા ઉબર ડ્રાઇવર રાન્ડેલ લેવિસે જણાવ્યું હતું કે, મને પહેલા લાગ્યું કે પાંદડા ઉડી રહ્યા છે પરંતુ બાદમાં ધ્યાનથી જાતા જણાયું કે આ પાંદડા નહીં ડોલર છે. રોડ પર માત્ર ડોલર જ દેખાતા હતા. ડનવુડી પોલીસે લોકોને ડોલર પરત કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ટ્રકમાંથી ઉડીને આવેલા નાણાં રાખવા ગેર કાયદેસર છે. તેથી નોટો પરત નહીં કરે તો કાર્યવાહી થશે. બુધવાર સાંજ સુધી માત્ર ૬ લોકો પોલીસની પાસે પહોંચ્યા હતા અને ૪,૪૦૦ ડોલર એટલે કે લગભગ ૩ લાખ રૂપિયા પરત કર્યા હતા.