ભારતે ૧૦ વર્ષમાં ૨૭ કરોડ લોકોની ગરીબી દૂર કરી – યુએન

ભારતે ૧૦ વર્ષમાં ૨૭ કરોડ લોકોની ગરીબી દૂર કરી – યુએન
Spread the love

યુએન,
ભારત ગરીબીમાં મહત્વપૂર્ણ રીતે ઘટાડો કરાનારા વિશ્વના ટોપ ૧૦ દેશોમાં સામેલ છે. આ વાત મલ્ટડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ(એમપીઆઇ) ૨૦૧૯ની રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટને ઓફ્સફોર્ડ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઇ) અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે સાથે મળીને તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ, ભારતે વર્ષ ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ની વચ્ચે ૨૭.૧ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આમાં ઝારખંડ એવું રાજ્ય છે જ્યાં ગરીબીમાં સૌથી ઝડપથી ઘટાડો થયો છે. આમાં સંપત્તિ, ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા પ્રમાણોને આધારે ગરીબી માપવામાં આવી છે. વૈશ્વિક એમપીઆઇમાં ૧૦૧ દેશોના સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનના સ્તરમાં ઘટાડા જેવી બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ઝારખંડ એવું રાજ્ય છે જ્યાં ૨૦૦૫-૦૬થી લઇને ૨૦૧૫-૧૬ સુધીમાં ગરીબી ૭૪.૯ ટકાથી ઘટીને ૪૬.૫ ટકા થઇ ગઇ છે. ભારતમાં ચાર રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધારે એમપીઆઇ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ભારતે પોતાના દેશની ગરીબીને ૫૫.૧ ટકાથી ઘટાડીને ૨૭.૯ ટકા કરી દીધી છે. પહેલા ગરીબોની સંખ્યા ૬૪ કરોડ હતી જે હવે ૩૬.૯ કરોડ થઇ ગઇ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!