ભારતમાં રહેવા માટે મુંબઇ સૌથી મોંઘુ શહેરઃ આરબીઆઇનો સર્વે

ભારતમાં રહેવા માટે મુંબઇ સૌથી મોંઘુ શહેરઃ આરબીઆઇનો સર્વે
Spread the love

મુંબઇ,
ભારતીય રિઝર્વ બેન્કએ બહાર પાડેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ ક્ષેત્રમાં આર્થિક અનુકૂળતામાં ઘટાડો થયો છે. રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવા દેશનાં શહેરો વિશે રિઝર્વે બેન્કે સર્વેક્ષણ કરાવ્યું હતું અને એક તૈયાર કરી છે. એ યાદી અનુસાર, દેશમાં રહેવા માટે અફોર્ડ કરી શકાય એવા શહેરોમાં મુંબઈ સૌથી મોંઘા શહેર તરીકે ઉભરી આવ્યું છે. રિઝર્વ બેન્કે આ સર્વેને રેસિડેન્શયલ એસેટ પ્રાઈસ મોનિટરિંગ નામ આપ્યું છે. અહેવાલ અનુસાર, દેશમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ અફોર્ડેબિલિટીમાં ઘણો બગાડો થયો છે. હાઉસ પ્રાઈસ ટુ ઈન્કમ રેશિયો, જે માર્ચ-૨૦૧૫માં ૫૬.૧ હતો, તે માર્ચ-૨૦૧૯માં વધીને ૬૧.૫ થયો છે. સર્વેના તારણ અનુસાર, દેશમાં રહેવા માટે સૌથી સસ્તું શહેર ઓડિશાનું ભૂવનેશ્વર છે. કેન્દ્રીય બેન્કે કરાવેલા સર્વે અનુસાર, લોન-ટુ-વેલ્યૂ રેશિયો જે ચાર વર્ષ પહેલાં ૬૭.૭ ટકા હતો, તે વધીને ૬૯.૬ ટકા થયો છે. આનો અર્થ એ કે બેન્કો ગ્રાહકોને લોન આપવામાં વધારે જાખમ ઉઠાવતી થઈ છે. હાઉસિંગ લોન પર ક્રેડિટ જાખમનું માપ છે. રિઝર્વ બેન્કે આ સર્વે મુંબઈ, અમદાવાદ, પુણે, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, જયપુર, ચંડીગઢ, લખનઉ, ભોપાલ અને ભૂવનેશ્વરમાં કરાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!