ચીનની અવળચંડાઇ – છ જુલાઇએ લદ્દાખમાં ઘૂસણખોરી કરી

ન્યુ દિલ્હી,
થોડો સમય શાંત રહ્યા બાદ ચીની ડ્રેગને ફરી એક વખત અવળચંડાઈ કરી છે. ચીની સૈનિકો લદ્દાખ બોર્ડર પર ભારતીય સીમામાં ૬ કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા પ્રમાણે ચીની સૈનિકો ૬ જુલાઈના રોજ લદ્દાખના ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલ થયા હતા.
લદ્દાખમાં કેટલાક લોકો બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ચીનના સૈનિકો સરહદમાં અંદર સુધી ઘૂસી આવ્યા હતા અને લોકોને ઉજવણી કરતા રોક્્યા હતા. આ બાબતની સૌથી પહેલી જાણકારી લદ્દાખના પૂર્વ સાસંદે આપી છે. તેમણે મહિલા સરપંચ દ્વારા મોકલવામાં આવેલી તસવીરો થકી દાવો કર્યો છે કે, ચીન આ પ્રકારની ઘૂસણખોરી વારંવાર કરે છે. ભારત સરકાર પણ આ વાત જાણે છે પરંતુ ભારત સરકાર અને મીડિયા પણ તેના પર મૌન રહે છે.
પૂર્વ સાંસદનુ કહેવુ છે કે, આ જ વિસ્તારમાં અગાઉ ત્રણ થી ચાર વખત ચીની સૈનિકો દેખાયા છે. જાકે ભારતે તેની સામે વાંધો ઉઠાવીને નક્કર પગલા લેવા જાઈએ.