રાજકોટ : જાહેરમાં ગંદકી કરવા બદલ શ્રી.શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન સીલ.

રાજકોટ શહેર જાહેરમાં ગંદકી કરવા બદલ શ્રી.શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન સીલ.
રાજકોટ : રાજકોટ શહેર ભાવનગર રોડ પટેલ પાન પાસેના શ્રી.શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી શ્રી શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન સંચાલકોને નોટીસ આપીને ધી.જી.પી.એમ.સી એક્ટ-૧૯૪૯ની કલમ-૩૭૬ “એ” હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300