રાજકોટ : કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી LCB ટીમ

રાજકોટ શહેર કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી સંપુર્ણ મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ : રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે વિસ્તારના એન.બી.ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરીનં-૧ ખાતે આવેલ કારખાનામાં હાર્ડવેરનો કાચો તથા પાકો સામાન કુલ રૂ.૧૧,૪૧,૪૭૫ ની ચોરીના બનાવના આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા PSI બી.વી.બોરીસાગર તથા LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમી આધારે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) નિલેષ લાખાભાઇ બલીયા ઉ.૨૧ રહે.ખોડીયારનગર આજીવસાહત ૮૦ ફુટ રોડ રાજકોટ (૨) અનીલ લાખાભાઇ બલીયા ઉ.૧૯ રહે.ખોડીયારનગર આજીવસાહત ૮૦ ફુટ રોડ રાજકોટ. આજીડેમ પો.સ્ટે ઇપીકો-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300