આવતા વર્ષે ૧૫ ઓગસ્ટે જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે ૨’ રિલીઝ થશે

મુંબઇ,
જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘બાટલા હાઉસ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)ના રોજ રિલીઝ થશે અને અક્ષય કુમારની ‘મિશન મંગલ’ ઉપરાંત પ્રભાસની ‘સાહો’ સાથે પણ બોક્સ ઓફિસ પર ક્લેશ થશે. હવે સાંભળવા મળ્યું છે કે આ વર્ષ સિવાય જ્હોને આવતા વર્ષે પણ સ્વતંત્રતા દિવસ માટે તૈયારી કરી લીધી છે. આવતા વર્ષે ૧૫ ઓગસ્ટના દિવસે તેની ફિલ્મ ‘સત્યમેવ જયતે ૨’ રિલીઝ થશે.
સૂત્રો અનુસાર, ‘આ ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ ‘સત્યમેવ જયતે’ ગયા વર્ષે રિલીઝ થયો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. ત્યારે જ્હોન અને ડિરેક્ટર મિલાપ ઝવેરીએ કÌšં હતું કે સારી Âસ્ક્રપ્ટ આવશે તો તેઓ જરૂર આ ફિલ્મના સેકન્ડ પાર્ટ પર કામ શરૂ કરશે. હવે ચર્ચા છે કે મિલાપે આ ફિલ્મની Âસ્ક્રપ્ટ પર કામ લગભગ પૂરું કરી લીધું છે. બંને આ સિક્વલ પર કામ કરવા માટે આતુર છે. જ્હોન સિવાય આ સ્ટોરીમાં કેટલાક નવા કેરેક્ટર્સ પણ જાડાઈ શકે છે અને જા બધું પ્લાન પ્રમાણે થયું તો જલ્દી જ તેનું શૂટિંગ પણ શરૂ કરી દેવાશે. મિલાપ આ ફિલ્મને આવતા વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ કરવા માગે છે.