હું કરીના કપૂરને કારણે એક્ટ્રેસ બની ઃ કિઆરા અડવાણી

મુંબઈ,
કિઆરા અડવાણીનું ૨૦૧૯નું વર્ષ અત્યાર સુધી તો ઘણું બિઝી રÌšં છે. તેણે શાહિદ કપૂર સાથે કબિર સિંઘ માટે કામ કર્યું તો સાથે કરીના કપૂર ખાન સાથે ગુડ ન્યૂઝમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષના અંતે રિલિઝ થશે. જેમાં બે કપલ્સની આઇવીએફ પરની સ્ટ્રગલ વિશે વાત કરાઇ છે.
કિઆરાને જ્યારે કરીના કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા પૂછું તો તેણે કÌšં કે, ‘હું તેમની ફિલ્મો જાઇને મોટી થઇ છું. તે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને તે દરેક ફિલ્મ પછી ઇવોલ્વ થતા રહે છે. તે વાઇન જેવા છે જે જેમ જુના થાય તેમ વધારે સારા થતા જાય છે. મેં ઘણી વાર તેમને સીન્સ માટે રિહર્સ કરતા જાયા છે. કભી ખુશી કભી ગમનો તેમનો ડાયલોગ ‘હાઉ ડેર યુ? તુમ્હે કોઇ હક નહીં કી તુમ ઇતની ખુબસુરત લગો…’ મારા મગજમાં રિપિટ મોડ પર ચાલ્યા કરે છે. તે મેં અત્યાર સુધીમાં જાયેલા સૌથી સુંદર મહિલા છે. હું તેમને કારણે જ એક્ટ્રેસ બની છું.’