પ્રિયંકા સાથે એક્શન ફિલ્મમાં કામ કરીશઃ પરીણીતી ચોપરા

પ્રિયંકા સાથે એક્શન ફિલ્મમાં કામ કરીશઃ પરીણીતી ચોપરા
Spread the love

મુંબઈ,
પરિણીતી ચોપરા હાલ તેની આગામી ફિલ્મ ‘જબરીયા જાડી’નું પ્રમોશન કો-એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરી રહી છે. ફિલ્મમાં પરિણીતીના દેશી લુકના ઘણા વખાણ થયા છે. ફિલ્મના સોન્ગની લોન્ચ ઇવેન્ટ દરમ્યાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે ઇન્ડસ્ટ્રીની નેક્સ્ટ ‘દેશી ગર્લ’ બનવાના રસ્તે છે? સ્વાભાવિક છે કે, પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરાનું ‘દોસ્તાના’ ફિલ્મમાં ‘દેશી ગર્લ’ સોન્ગ હતું અને ત્યારબાદથી જ પ્રિયંકાને ‘દેશી ગર્લ’ પણ કહેવામાં આવે છે. પરિણીતાએ નેક્સ્ટ દેશી ગર્લ બનાવના સવાલનો જવાબ આપતાં કÌšં કે, ‘હું શું કહું? મને લાગે છે કે દુનિયામાં, ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ દેશી ગર્લ હોઈ શકે છે. હું તેમને (પ્રિયંકા) હરીફાઈ આપવા માટે પ્રયન્ત પણ નહીં કરું. મને કહેવું ગમશે કે, અહીંયા એક જ દેશી ગર્લ છે અને તેમની જગ્યા કોઈ લઇ શકે એમ નથી.’
પરિણીતી ચોપરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના પ્રિયંકા સાથે કામ કરવાના કોઈ ભવિષ્યના પ્લાન છે કે નહીં? આ સવાલના જવાબમાં પરિણીતીએ કÌšં કે, ‘આ બિલકુલ છે જ, જા Âસ્ક્રપ્ટ યોગ્ય હોય તો.’ તેણે ઉમેર્યું કે, ‘મેં હમણાં જ કÌšં હતું કે, જા કોઈ પ્રોડ્યૂસર્સ કે ડિરેક્ટર્સ એક્શન ફિલ્મ બનાવી રહ્યા હોય તો અમને બન્નેને તેવી ફિલ્મમાં સાથે કામ કરવું ખૂબ જ ગમશે. અમે બન્નેએ ઘણીવાર સાથે કામ કરવા બાબતે વાત કરી છે પણ Âસ્ક્રપ્ટ યોગ્ય હોવી જાઈએ.’

Admin

Admin

9909969099
Right Click Disabled!