હેમા માલિની પંજાબી ફિલ્મ ‘મિટ્ટી’થી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કર્યું

મુંબઈ,
એક્ટ્રેસ અને રાજકારણી હેમા માલિનીએ હવે નવું વેન્ચર શરૂ કર્યું છે. તે હવે પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કરી રહી છે. તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ એક પંજાબી ફિલ્મ છે. ‘મિટ્ટી- વિરાસત બાબરાન દી’ ફિલ્મથી રોહિત શેટ્ટીનો ભાઈ રિદય શેટ્ટી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૩ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે.
ફિલ્મની સ્ટોરી પાંચ યંગસ્ટર્સની છે. ફિલ્મમાં બાબર અકાલી ચળવળ પરથી પણ પ્રેરણા લેવામાં આવી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે.
હેમા માલિનીએ જણાવ્યું કે, ‘મને ખુશી છે કે હું આ ફિલ્મ સાથે જાડાઈ. આ સ્ટોરી માત્ર પ્રેરણાત્મક જ નથી પણ પંજાબમાં હાલ શું થઇ રÌšં છે તેને અનુરૂપ પણ છે.’ ડિરેક્ટરે કÌšં કે, ‘મારા પાંચ શીખો લડીને દેશ માટે પોતાનું જીવન કુરબાન કરે છે. આનાથી દેશની આવનારી પેઢીને પ્રેરણા મળશે. આ ફિલ્મ મારફતે અમે તેમની હિંમતને ટ્રિબ્યુટ આપવા માગીએ છીએ.’