બોલીવૂડ અભિનેત્રી અમૃતા રાવનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું

મુંબઈ,
બોલીવૂડ અભિનેત્રી અમૃતા રાવનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. થોડાક દિવસ પહેલા જ્યારે તે બીમાર હતી તે સમયે તેનું એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે તેનું ટ્વીટર એકાઉન્ટ ગયા અઠવાડિયે હેક થયું હતું. કોઈ ટીવી ચેનલના એકાઉન્ટમાંથી મને એક મેસેજ આવ્યો હતો કે તેઓ મારા વિશે તેમની ચેનલમાં એક આર્ટિકલ પÂબ્લશ કરવા માંગે છે પરંતુ તેના માટે તેમને મારી મંજૂરીની જરૂર છે.
અમૃતા સિંહે જણાવ્યું કે, જ્યારે મારી સોશિયલ મીડિયા ટીમે તે લિંક ઓપન કરી ત્યારે તેમાં પાસવર્ડ નાખવો પડે તેમ હતો. મને મારા જ ટ્વીટર એકાઉન્ટમાંથી લોક કરી દીધી હતી. લોગઈન કરવા માટે મારી ટીમે તમામ પ્રયત્નો કરી લીધા તેમ છતા હું ફરીથી મારું એકાઉન્ટ એક્સેસ કરી શકી નહીં. વેબસાઈટ પર આપવામાં આવેલા દરેક ઓપ્શન્સને મેં ફોલો કર્યા તેમ છતા પણ મારું એકાઉન્ટ ઓપન ન થયું.
ત્યારબાદ અમૃતા સિંહની સોશિયલ મીડિયા ટીમે આ ઘટના અંગે સાઈબર ક્રાઈમ સેલને જાણ કરી છે. તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું Âટ્વટર એકાઉન્ટ પણ હેક થઈ ગયું હતું.