શામપુર નિજાનંદ વિદ્યાલયમાં ગુરુવંદના કાર્યક્રમ

મોટી ઇસરોલ,
મોડાસા તાલુકાના શામપુર ગામમાં નિજાનંદ વિદ્યાલય માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા નં 1,2ના છસો છાત્રો તેમજ ત્રણે શાળાઓના શિક્ષકગણ, વાલીવર્ગની ઉપસ્થિતિમાં ગુરુવંદનનો કાર્યક્રમ યોજીને ગુરુ અને શિષ્ય વચ્ચેના ઋણાનુબંધનું મહત્વ સમજાવી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુપૂજન વિધિ કરવામાં આવી હતી.આપ્રસંગે વ્યસન મુક્તિ અભિયાનના સદસ્યોએ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ સાથે વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિનો સંદેશો પાઠવી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.