મોડાસા હાઇસ્કુલની શતાબ્દીની ઉજવણી નિમિત્તે જ્ઞાનગોષ્ટી યોજાઈ

મોટી ઇસરોલ,
મોડાસા કેળવણી મંડળ અને મોડાસા હાઇસ્કુલના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તેની શતાબ્દીની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે એક જ્ઞાનગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના કવિ શ્રી મણીલાલ હ પટેલ, પ્રો.જયદેવ શુક્લ જેવા સાહિત્યકારો તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ આર.શાહ, માનદમંત્રીશ્રી પંકજભાઈ બુટાલા, શ્રી કે.એમ.શાહ, શ્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિ, શ્રી કનુભાઈ બી.પટેલ, આચાર્યશ્રી મનીષભાઈ જોષી તથા ડૉ.રાકેશભાઈ મહેતા હજાર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કવિશ્રી મણીલાલ હ પટેલ તથા પ્રો. જયદેવ શુક્લએ એવી વાત કરી કે ગુજરાતી ભાષામાં કવિતા અને શિક્ષણના પથ કેવી રીતે ભણાવાય તેની વાત કરી. અને કવિતા એ હૃદયની ભાષા છે. અને કવિતાને કેવી રીતે માણી શકાય તેની વાત કરી. ત્યારે વિદ્યાર્થીઓ ભાવ વિભોર થઇ ગયા હતા. અને આ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવી લીધો હતો.