ડાંગ જિલ્લાના ખેડુતોને વાવેતર નિષ્ફળ જાય તેવો ભય

ગુજરાત રાજ્યનુ એક માત્ર ચેરાપૂજી ગણાતુ ડાંગ જિલ્લા ને જાણે મેઘરાજા ની નજર લાગી હોય એમ ચોમાસાની શરૂઆત તો થઇ પરંતુ એક દિવસ વરસાદ પડે ને પાંચ દિવસ જાણે ઉનાળુ હોય એવી ભાતી આપી ખેડુતોને સતાવી રહ્યુ છે. જેમા દશ દિવસ પહેલા બે દિવસ ના વરસાદ ના કારણે ખેડૂતો એ ડાંગર સહીત અનેક પાકોનુ વાવેતર કર્યું તો છે છતાં જુલાઈ મહિનામાં ઉનાળા ૠતુની જેમ ખેડુતોને એહસાસ કરાવતા ખેડુતોને વાવેલ પાકને નુકસાન થવાની ભીતિ ડાંગ જિલ્લામાં સેવાઈ રહી છે.
ડાંગ જિલ્લામાં પવન કારણે સુબિર વધઇ આહવા સહીત અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો ન હોત તો આ વિસ્તારમાં અત્યારે ભયંકર દુષ્કાળનાં ડાકલાં વાગ્યા હોત પરંતુ વાયુ ઈફેક્ટ અને ત્યાર પછી વરસાદના બે રાઉન્ડના કારણે નહિવત જેવો વરસાદ વરસ્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં અઠવાડિયા દશ દિવસ અગાઉ જમીનોમા પાકોનુ વાવેતર થયુ હતું પરંતુ છેલ્લા અઠવાડિયાથી અમુક વિસ્તારોમાં વરસાદનુ ફોરુંય વરસ્યું નથી. જેના કારણે ડાંગર, નાગલી, વરાય, મગફળી અડદ જેવા અનેક વાવેતરો સુકાવા લાગયુ છે છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લામાં ઓછા વરસાદને કારણે પાણીના તળ ઉંડા જતા ખેડુતો પોતાની હાથવગી સિંચાઇ યોજનાથી પણ મૂંરઝાતી ખેતીને બચાવવા સક્ષમ નથી. જ્યારે. ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભર ચોમાસે આકાશ માંથી ધોધમાર વરસાદ વરસવાના બદલે ઉનાળો શરૂ થયુ હોય તે રીતે આકરી ગરમીથી વાવેતર કરવામાં આવેલ બિયારણ નિષ્ફળ જાય તેવો ભય ડાંગ જિલ્લાના ખેડુતોને સતાવી રહ્યો છે.