અંકલેશ્વર-હાસોટના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશાયી થતા એક યુવાન ગંભીર ઘવાયો

અંકલેશ્વર-હાસોટના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશાયી થતા એક યુવાન ગંભીર ઘવાયો
Spread the love

ભાવેશ મુલાણી, અંકલેશ્વર

અંકલેશ્વર હાંસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર જોરદાર પવનના પગલે રોડની બાજુમાં નું ઝાડ ધરાશાય થતા એક બાઈક સવારને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ યુવાન દિગસ ગામનો રહેવાસી હોય અને અંકલેશ્વરથી મોટરસાઇકલ લઈ પોતાના ગામ તરફ જતો હોય તે દરમિયાન અચાનક ઝાડ પડી જતા યુવાનને માથાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી, ઘટનાની જાણ થતાં જ યુવાનના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અંકલેશ્વર હાંસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર કેટલાક જાડો પવનના વાવાઝોડામાં ધરાશાય થવાની ત્યારે હવે જંગલ ખાતા દ્વારા કમજોર ઝાડ ને ઉતારી લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!