અંકલેશ્વરના બોરભાઠા બેટના પ્રગતિશીલ ખેડૂતે ખેતી ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી

અંકલેશ્વર તાલુકા ના બોરભાઠા બેટના પ્રગતિશીલ ખેડૂતે ખેતી ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી અને અન્યો માટે અનુકરણીય રાહ ચીંધી છે. અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના સાહસી યુવાન શ્રી કોશીક પટેલ દ્વારા પોતાની પરંપરાગત ખેતીને ત્યાગી આધુનિકતા સાથે તાલ મેળવી નવા પ્રયોગો કરી પોતાના ૩ વીંઘાના ખેતર માં જમરૂખની આધુનિક જાત એવી ‘થાઈ ગુવા’ (વિદેશી નામ છે ) જેના એવરેજ ફળનું વજન ૭૦૦/૧૦૦૦ ગ્રામ હોય છે તેવા છોડના રોપા રાય પુર(છત્તીસગઢ) થી લાવી ૫ વર્ષ પેહલા લગાડેલ હતા જેનું ઉત્પાદન તેઓ છેલ્લા ૩ વર્ષ થી લઈ રહ્યા છે અને તેઓ એ રોપા લગાડ્યાના ત્રીજા વર્ષે ત્રણ એકર માં ૪ લાખ રૂપિયાનું ,ચોથા વર્ષે ૭.૫ લાખ નું અને પાંચમાં વર્ષે ૧૦ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. આમ તેઓએ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક નવી રાહ ચીંધી છે.અને તે બદલ તેમને નાબાર્ડ સહીતના અનેક એવોર્ડ પણ મળ્યા છે.
આજે સ્થાનિક ખેડૂતો પરંપરાગત ખેતી એટલેકે શેરડી, કપાસ, કેળ કે શાકભાજી માં પાણીની અછત, મોંઘી મજુરી અને પોષણ ક્ષમ્ય ભાવો ના મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ આધુનિક ખેતીમાં આ બધીજ સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે અને બમણો નફો મળે છે.આ આધુનીક ખેતીમાં જો વિશેષ કાળજી રાખવાની જરૂર પડે છે. આપના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક આપ્યો છે જે આ ખેતી દ્વારા સિદ્ધ થાય એમ છે. આ યુવાન દ્વારા ખેડૂત સંગઠન બનાવી અને અભ્યાસ અર્થે અનેક રાજ્યો ના પ્રવાસ કરી આધુનિક ખેતી ની પ્રેરણના મેળવી હતી, ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ દ્વારા પાણીના ઉપયોગ થી ઓછા પાણી માં ઓછી મેહનતે ખેતી કરી રહ્યા છે.