કુમારસ્વામી નુ ‘સ્વામીત્વ ‘સંકટમાં

કુમારસ્વામી નુ ‘સ્વામીત્વ ‘સંકટમાં
Spread the love

— તખુભાઈ સાંડસુર

ભારતીય રાજનીતિ આયારામ ગયારામની‌ ભુલભૂલૈયામાથી લાખ કોશિશ કરવા છતાં બહાર નીકળી શકી નથી .પક્ષપલટા ધારો બુઠ્ઠી તલવાર સાબિત થયો કારણકે લોકસમુદાય આવી પ્રવૃત્તિની પડખે ઉભો રહેતો દેખાયો છે. કર્ણાટકની વાત નીકળે તો જરૂર કહેવાય ખૂબ જ ઓછા ઘટનાક્રમ હશે કે જે રાજ્યમાં તેર મહિનામાં ત્રણ વખત વિશ્વાસ મત લેવો પડ્યો હોય..! કુમારસ્વામી રાજનીતિમાં સફળ થવા જરૂર હશેથ,પણ 113ને એક વાડામાં પુરી રાખવા, તેના માટે કુત્રિમ હાસ્ય રેલાવતા રહેવું, ચેલેન્જબલ હતું.કારણ કે તેમનો સત્તા ધન અને સાધન ભૂખ્યો માંહ્યલો તે સભ્યોને ચેન લેવા દેતો નહીં હોય..!

12 મે 2018 ની ચૂંટણીનો દિવસ કર્ણાટક માટે નવી ચૂંટણીની તૈયારી કરતો હોય અથવા આવનજાવન ની આલબેલ વગાડતો સિદ્ધ થયો.222 બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ કોઈને બહુમતી ન મળી. 104 ભાજપને 78 કોંગ્રેસને 38 મા જેડીએસ ઉભા રહી ગયા. બે અપક્ષો પણ હુકમની દુડી જેવા છે.સૌથી મોટા પક્ષ ભાજપના નેતા યેદીયુરપ્પાન મુખ્યમંત્રી બની ગયા. પછી તેને કોંગ્રેસના સભ્યો ભેગા કરવાનો સમય સવોચ્ચ અદાલતે ન આપ્યો.15મી મે એ આવેલાં ભાજપનાં યેદીયુરપ્પા 17મી મેના દિવસે બળાભળના પહેલા જ રાજીનામાની જાહેરાત કરવી પડી .કુમારસ્વામીના સરકાર રચવાના દાવાથી તેને સતારુઢ કરવામાં આવ્યા.ખેલ હવે શરૂ થયો.
આખરે એ દિવસ આવી ગયો કે ભાજપ કોંગ્રેસના એક સાથે 14 સભ્યોની વિકેટ ખેરવવામાં સફળ થયો્ ભાજપે પક્ષ પલટા માટે નવી સ્ટ્રેટેજી અપનાવે છે. તે મુજબ જે તે સભ્યનું રાજીનામું લઈ લેવામાં આવે છે .જેથી તે પોતાના ટોળામાં પડી જ ગયા પછી થયું કે ચા કરી શકે નહીં .બાદમા તેની હાલત જાયે તો જાયે કહા જેવી થાય…!હવે કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજીનામું આપે છે ,પણ સ્પીકર કોંગ્રેસી છે જેથી તેની સામે ટેકનિકલ વાંધો ઉઠાવ્યો. રાજીનામા મંજૂર કરવામાં આવ્યા નથી તેથી આ 14 સભ્યો રાજીનામા મંજુર કરવા માટે સુપ્રીમ કોર્ટ ગયા છે. મામલો ગહમાગહમી‌ પર છે. ભાજપ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં આ ૧૪ સભ્યોએ આશરો લીધો છે. અઢારમી ના રોજ વિશ્વાસ પ્રસ્તાવ સમયે તેઓ મતદાન કરવા કદાચ ન પણ આવે ? અને આવે તો તે કુમાર સ્વામી માં વિશ્વાસ દર્શાવે તેવું લાગતું નથી. તેઓએ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી કોઈ પણ કોંગ્રેસી નેતા ને મળવા ઇનકાર કર્યો છે તેના પરથી સ્પષ્ટ છે કે તેની ઘરવાપસી અસંભવ છે.
18મીએ બેંગ્લોરના બળાબળના પારખામાં કોંગ્રેસના 14 સભ્યો ઘટે તો કોંગ્રેસને 64 અને જેડીએસના 38 મળી 102 સભ્યો થશે. જ્યારે ભાજપ પાસે પોતાના 104 ને 2 અપક્ષ મળી 106 થશે. જેથી સ્થિતિ પ્રવાહી છે પણ તે કુમારસ્વામી માટે કપરાં ચઢાણ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!