કડીમાં વધુ એક પરપ્રાંતી લૂંટાયો

કડીથી નાની કડી રોડ ઉપર બે બાઈક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ એક પરપ્રાંતિય યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ અને રોકડ સાથે લૂંટી લેવામાં આવતા ભોગ બનનારે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા કડી પોલીસે ચારેયને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કડી શહેર એ ગુનાખોરીનું એક સેન્ટર બનતું જાય છે છેલ્લા કેટલાય સમયથી કડીમાં અપહરણ,હત્યા,બળાત્કાર,લૂંટી લેવાની ઘટનામાં સદંતર વધારો જોવા મળે છે ગુનેગારો કડી શહેર સોફ્ટ ટાર્ગેટ માની થોડા દિવસોના અંતરમાં પોતાના ગુનાઓ આચરતા રહે છે અને કડી પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહે છે તેઓ ઘાટ ઘડાયો છે વારંવાર લૂંટ હત્યા જેવા ગંભીર ગુનાઓ બનતા હોવાથી આજુબાજુમાં આવેલી કંપનીઓમાં નોકરી કરવા આવેલા પરપ્રાંતીય લોકો તેમજ સ્થાનિક રહીશો માં ભયનો માહોલ છવાયેલો છે.
નાની કડી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપથી વૈભવ બંગલો સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર ખાનગી કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતી યુવક રાત્રીના સમયે એકલો જઈ રહ્યો હતો ત્યારે બે બાઇકમાં અજાણ્યા ચાર ઇસમો દ્વારા યુવકને શરીર જેવું ઘાતક હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ૧૪૦૦૦ રૂપિયા કિંમતનો મોબાઇલ તેમજ રોકડ ૧૧૦૦ રૂપિયા લૂંટી લેવામાં આવ્યો હતો તેની કડી પોલીસે ગુનો નોંધી તપાસ વેગવંતી બનાવી હતી.