માઉન્ટ કાર્મેલ શાળાના સ્થાપના દિનની ઉજવણી

ગાંધીનગર,
સેક્ટર- ૨૧ સ્થિત માઉન્ટ કાર્મેલ શાળા,નો સ્થાપના દિવસ તા.૧૬ જુલાઇના રોજ છે. જેના અનુસંધાનમાં આજ રોજ ૧૫, જુલાઇએ શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મૂલ્યો દર્શાવતું નાટક તથા વધામણી ગીત રજૂ કર્યું હતું, તેમજ ગત વર્ષનાં બોર્ડની પરીક્ષાનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મેનેજર, આચાર્યાશ્રી તથા અન્ય સિસ્ટરોનું તેમની સેવા બદલ પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યા સિસ્ટર જેનીફરનાં માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકો અને બાળકોની મહેનતથી સફળતા પૂર્વક સંપન્ન થયો.