બંગાળી અભિનેત્રી વિશે સોશિયલ મીડિયામાં અશ્લીલ કમેન્ટ કરનારની ધરપકડ

કોલકાતા,
સોશિયલ મીડિયામાં બંગાળી અભિનેત્રીને બદનામ કરવા બદલ તેમજ ધમકી આવતા બદલ એક વ્યÂક્તની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. અભિનેત્રીની ફરિયાદ બાદ પોલીસે પગલાં લેતા મુકેશ શા નામના વ્યÂક્તની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બંગાળી અભિનેત્રી અરુનીમા ઘોષે આ મામલે ફરિયાદ આપી છે. ધરપકડ કરવામાં આવેલો મુકેશ શા દક્ષિણ કોલકાતાના ગરપા વિસ્તારમાં રહે છે.
રવિવારે મોડી સાંજે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી અભિનેત્રી અંગે સોશિયલ મીડિયામાં ગંદી કોમેન્ટો કરતો હતો, એટલું જ નહીં સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ધમકી પણ આપી રહ્યો હતો. ૩૦મી મે બાદથી આ સિલસિલો શરૂ થયો હતો. આ માટે આરોપીએ મુકેશ મયુખ નામે એક બોગસ આઈડી બનાવ્યું હતું. તપાસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી શા માટે આવું કરી રહ્યો હતો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
વ્યÂક્તની માનસિક હાલત Âસ્થર છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે અભિનેત્રીએ જણાવ્યું કે, “શરૂઆતમાં મેં તેની અવગણના કરી હતી. પછીથી મને ખબર પડી હતી કે તે વ્યÂક્ત મારી તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો. હું જે પણ કરતી કે જ્યાં પણ જતી તેના પર તેની નજર રહેતી હતી. આ વાત જાણ્યા બાદ મેં કોલકાતા પોલીસનો સંપર્ક કર્યો હતો.”