અશ્વિનભાઈ એ પટેલ કામર્સ કાલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

(પ્રતિનિધિ) ગાંધીનગર,
અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કાલેજ દ્વારા શનિવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. ખીમજી વિશરામ હાલ ખાતે આ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશન, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. ‘એકવીસમી સદીનો આદર્શ વિદ્યાર્થી’ વિષયે બોલતાં તેમણે વિદ્યાર્થીઓને શુદ્ધ આહાર, શુદ્ધ વિચારની સાથે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાÂત્મક વિકાસની વાત કરી હતી. યોગા અને વ્યાયામથી મન એકાગ્ર કરી વિદ્યાર્થીઓ તેમના ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે એમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડા. જિજ્ઞેશ પટેલ અને લાઇબ્રેરિયન શ્રદ્ધા પંડ્યા દ્વારા ડા. ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાલેજના અધ્યાપકોએ પણ આ પ્રવચનનો લાભ લીધો હતો.