મીટુ પર બોલ્યો અજય દેવગણ…’આરોપી તથા દોષી વચ્ચે અંતર છે’

મુંબઈ,
ગયા વર્ષે બોલિવૂડમાં મીટુ મૂવમેન્ટ ચાલી હતી. આ મૂવમેન્ટમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સનું નામ બહાર આવ્યું હતું. ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં મીટુના આરોપમાં ફસાયેલ અલોકનાથ તથા અજય દેવગન સાથે જાવા મળ્યાં હતાં, જેને લઈ અજય દેવગનની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. તે સમયે અજયે સ્પષ્ટતા કરી હતી કે આલોકનાથ મીટુના વિવાદમાં ફસાયા તે પહેલાં જ ફિલ્મ બની ગઈ હતી. હવે, એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગને ફરીવાર મીટુ અંગે વાત કરી છે.
અજય દેવગનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે લોકો સાથે કામ કરવું યોગ્ય છે, જેમના પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે? જેના જવાબમાં અજયે કÌšં હતું, ‘આરોપી તથા દોષી વચ્ચે અંતર છે. તે લોકો સાથે કામ ના કરવું જાઈએ જે દોષી સાબિત થઈ ચૂક્્યા છે પરંતુ જે લોકો દોષી સાબિત નથી થયા તેમની સાથે આપણે ખોટું કરી શકીએ નહીં. તેમના પરિવારનું શું થશે? હું એક આરોપીને ઓળખું છું, જેની દીકરી ઘણી જ મુશ્કેલીમાં હતી. તેણે ખાવા-પીવાનું તથા સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું.’