ટ્રોફી ઈંગ્લેન્ડને, પરંતુ અમે ફાઇનલ હાર્યા નથીઃ કેન વિલિયમસન

ટ્રોફી ઈંગ્લેન્ડને, પરંતુ અમે ફાઇનલ હાર્યા નથીઃ કેન વિલિયમસન
Spread the love

વેલિંગ્ટન,
ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ ફાઇનલમાં નાટકીય રીતે મળેલા પરાજયમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને મંગળવારે કહ્યુ કે, ‘ફાઇનલ કોઈ હાર્યું નથી.’ પૂર્વ અને હાલના ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નિર્ધારિત સમય અને સુપર ઓવરમાં સ્કોર બરાબર રહ્યાં બાદ ચોગ્ગાની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યારબાદથી ક્રિકેટ જગત ”હાસ્યાસ્પદ’ નિયમોની સમીક્ષા કરવાની માગ કરી કહ્યુ છે. વિલિયમસને એક ઈન્ટરવ્યૂમાં કÌšં, ‘આખરે કોઈ ટીમ ફાઇનલ ન હારી પરંતુ ટાઇટલ તો એક ટીમને આપવાનું હતું.’ હારની ગરિમા સાથે સ્વીકાર કરવા માટે વિલિયમસન અને તેની ટીમની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. તેણે કહ્યુ કે, પહેલાથી ટૂર્નામેન્ટના નિયમો ખ્યાલ બધાને હતો.
મેચ બાદ વિલિયમસને આ નિયમ વિશે પૂછવા પર કÌšં હતું, ‘તમે ક્્યારેય વિચારી ન શકો કે આવા સવાલ પૂછવામાં આવશે. મેં ક્્યારેય વિચાર્યું નહતું કે આવા સવાલના જવાબ આપી.’ તેણે કહ્યુ , ‘તે સ્વીકાર કરવો મુશ્કેલ છે કારણ કે બંન્ને ટીમોએ આ ક્ષણ માટે ઘણી મહેનત કરી હતી.’

Admin

Admin

9909969099
Right Click Disabled!