ટીમ એક હેતુ માટે રમતી હોય, ત્યારે કોણ-ક્્યાંથી આવ્યું તે મહવપૂર્ણ નથીઃ મોઈન અલી

લંડન,
હજુ પણ વિશ્વાસ નથી થતો કે અમે ક્રિકેટના વર્લ્ડ ચેÂમ્પયન બની ચૂક્્યા છીએ. આ જીતની સૌથી ખાસ વાત વિશ્વાસ રહ્યો, જે દરેક ખેલાડીને એકબીજા પર છે અને સન્માન જે અમારા હૃદયમાં એકબીજા માટે છે. જ્યાકે અમે સુપર ઓવરમાં ૧૫ રન ડિફેન્ડ કરી રહ્યાં હતા, તો આ કામ ૨૪ વર્ષીય જાફ્રા આર્ચરને સોંપવામાં આવ્યું. અમને વિશ્વાસ હતો એ કરી લેશે. તમે ફાઈનલ બાદ કેપ્ટન ઈયાન મોર્ગનની પ્રેસ કોન્ફ્રેન્સ સાંભળી અને જાઈ હશે. તેણે કÌšં હતું કે,’રાશિદે મને કÌšં હતું કે અલ્લાહ આપણી સાથે છે. આ વાતે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો.’આ વાતથી તમે સમજી શકો છો કે અમારા ડ્રેસિંગ રૂમમાં જુદા-જુદા કલ્ચર, ધર્મ અને વિવિધ સ્થળોએથી આવેલા લોકોને સન્માન મળે છે. આ અમારી તાકાત છે.
મોર્ગન હંમેશા અમને કહે છે કે મેદાન પર અને મેદાન બહાર પણ અમારી ટીમ વિવિધતાથી ભરપૂર છે. આ અંગે ઘણી વાતો પણ થઈ, પરંતુ જ્યાંસુધી ટીમના ૧૫ ખેલાડીઓ એક જ હેતુ માટે રમતા હોય ત્યાંસુધી એ વાતનું કોઈ મહ¥વ નથી કે કોણ ક્્યાંથી આવ્યું છે. ટીમમાં કોઈપણ બીજા ખેલાડીની દાઢી જાઈને કોઈ પૂર્વધારણા ઘડતું નથી. કપ સેલિબ્રેશન સમયે શેમ્પેન ખોલવામાં આવી ત્યાં હું અને રાશિદ ભાગીને સાઈડમાં થઈ ગયા. અમારા કોઈપણ ટીમ મેટે અમને તેમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો નહીં.