ઇન્ટરકોન્ટિનેન્ટલ કપઃ ભારત-સીરિયા મેચ ૧-૧થી ડ્રો, બંને ટીમો ફાઇનલમાંથી બહાર

ન્યુ દિલ્હી,
ઇન્ટરકોÂન્ટનેન્ટલ કપમાં ભારત-સીરિયા મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ મેચ ૬ ગોલના અંતરથી જીતવાની જરૂર હતી. પરંતુ તે આવું કરવામાં નિષ્ફ્ળ રહી હતી. બીજી તરફ સીરિયા જીત સાથે ફાઇનલમાં પહોંચી ગયું હોત. શુક્રવારે ઉત્તર કોરિયા અને તાજિકિસ્તાનની ટીમો ફાઇનલમાં ટકરાશે. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ભારતના નરેન્દ્ર ગહલોતે હેડરથી ગોલ કર્યો હતો.
૧૮ વર્ષીય ગહલોતે ૫૨મી મિનિટમાં ગોલ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. તેણે અનિરુદ્ધ થાપાના કોર્નર પર હેડર દ્વારા ગોલ કર્યો હતો. જાકે તે પછી સીરિયાએ મેચમાં વાપસી કરતાં મુકાબલો ૧-૧થી ડ્રો થયો હતો.