એકતરફી પ્રેમના પરિણામે ચપ્પુ ઉછળતા એક છોકરીને ઇજા

એકતરફી પ્રેમના પરિણામે ચપ્પુ ઉછળતા એક છોકરીને ઇજા
Spread the love

ભરૂચ નગરમાં આજકાલ વાત-વાતમાં નાના-મોટા ઝઘડામાં ચપ્પુ ઉછળ્યા હોય તેવા બનાવો વારંવાર બની રહ્યા છે જે ચિંતાનો વિષય છે. નાના-મોટા ઝઘડામાં ચપ્પુ ઉછળતા વાત વણસી જાય છે.આવો જ એક બનાવ નારાયણ નગર વિસ્તારમાં તારીખ ૧૯-૭-૧૯ ના રોજ બપોરના ૧૨ કલાકના અરસામાં નારાયણ સ્કૂલ પાછળ બન્યો હતો.આ બનાવમાં જ્યાં છોકરો અપરણિત છે ત્યાં છોકરી પણ અપરણિત છે જેના પગલે તેમના આવનારા જીવનમાં કોઈ તકલીફ ન પડે તેમજ બંનેની જ્ઞાતિ જુદી-જુદી હોય યુવક અને યુવતીનું નામ આપવું વ્યાજબી જણાતું નથી પરંતુ આ બનાવમાં એકતરફી પ્રેમ કરતા યુવકે માતા સાથે જતી યુવતીના ગાળાના ભાગે ચપ્પુનો ઘા કર્યો હતો.યુવકમાં આટલો ઉશ્કેરાટ કેમ આવ્યો તે એક તપાસનો વિષય છે પરંતુ આજકાલના યુવક યુવતીઓમાં એકતરફી પ્રેમનું દુસણ ખુબ વધી ગયું છે અને તેના પગલે ઘણા બનાવો બની રહ્યા છે જે સમાજ માટે ચેતવણી રૂપ કહી શકાય.હાલ આ ઇજા ગ્રસ્ત યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાય રહી છે..આ બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!