આજે અરવલ્લીમાં બે તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી

આજે અરવલ્લીમાં બે તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી
Spread the love

પ્રભુદાસ પટેલ.    મોટી ઇસરોલ,

અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકા પંચાયતની ખેરાડી અને ધનસુરા તાલુકા પંચાયતની ધનસુરા-૨ ની પેટા ચૂંટણી પ્રચારના પડઘમ શુક્રવારે થંભી ગયા છે હવે આગામી 21મીને રવિવારે આ બન્ને બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે.જેની મતગણતરી મંગળવારે જે તે તાલુકા મથકોએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થશે.

દરમિયાન આ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થતા અગાઉ ખેરાડીની બેઠકમાં આવતા ચાર ગ્રામ પંચાયતોના 8 ગામોમાં

ઘરે ઘરે સંપર્ક કરીને ઉમેદવાર અને ટેકેદારોએ મતદારોનો સંપર્ક કરતા ઠેર ઠેરથી ભાજપના ઉમેદવાર જીવાભાઈ વણકરને આવકાર સાંપડી રહ્યો છે.એ જ રીતે ધનસુરા.2 બેઠકના ભાજપના મહિલા ઉમેદવારને પણ આવકાર સાંપડી રહ્યો છે

પડઘમ શાંત થતા અગાઉ  ચૂંટણી પ્રચારમાં જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ, જિલ્લા મીડિયા સેલના કન્વીનર પ્રભુદાસભાઇ પટેલ,જિલ્લા ભાજપ મંત્રી ગજાનંદ પ્રજાપતિ, સંગઠન પર્વના જિલ્લાના  સહ ઇન્ચાર્જ પી.સી.બરંડા , જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઇ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન પરમાર વગેરે   જોડાયા હતા. અને સ્થાનિક આગેવાની સાથે ઘરેઘર સંપર્ક કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!