ઘરના ઘરનું સ્વપ્ન રોળાતા વંચિત લાભાર્થીઓની મુખ્યમંત્રી સમક્ષ ધા

પ્રભુદાસ પટેલ. મોટી ઇસરોલ,
અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૮૦ લાભાર્થીઓને બીજા હપ્તાની સહાય નહિ મળતા ઘરનું સપનું રોળાયું ગયું છે!!! સહાય મેળવવા લાભાર્થીઓએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને પોતાની આપવીતી રજૂ કરી છે.
સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે આ યોજના હેઠળ જીલ્લાના ભિલોડા તાલુકામાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૧૮ ના વર્ષ સુધીમાં ૫૧૮૬ મકાનો મંજુર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને મકાનોનું કામ ચાલુ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવતા લાભાર્થીઓ દ્વારા ઘરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ આ લાભાર્થીઓ પૈકી ૧૮૦ લાભાર્થીઓના મકાનનું કામ પૂર્ણ થવા આવ્યું છતાં પ્રથમ હપ્તા બાદ બીજો હપ્તો હજી સુધી ચૂકવાયો નથી જેના કારણે લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે હપ્તો મળવાની આશાએ મકાન બાંધકામ માટે બાકીમાં સિમેન્ટ રેતી ઈટો તેમજ લોખંડ પણ લાવી દીધું હતું ત્યારે બીજો હપ્તો નહિ મળતા લાભાર્થીઓને વેપારી પાસેથી લાવેલા માલસામાનનું બીલ ક્યાંથી ચુકવવું તે મોટી સમસ્યા ઉભી થઇ છે.
તાલુકાના જેશીંગપુર ગામના બરંડા તુલસાબેન નામના લાભાર્થીને ૨૦૧૭ માં મકાન મંજુર થયું હતું અને ત્યાર બાદ માત્ર ૩૦ હજારનો એક હપ્તો મળ્યા બાદ બીજો અને ત્રીજો હપ્તો નહિ મળતા હાલ ઘરનું કામ અધૂરું રહી ગયું છે વારંવાર તંત્રમાં રજુઆતો કરી થાકી લાભાર્થીએ મુખ્ય મંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હપ્તો અપાવવા વિનંતી કરી છે જેથી બાકી રહેલું ઘરનું કામ પૂર્ણ થઇ શકે ત્યારે તાલુકામાં આવા અનેક લાભાર્થીઓ આજે પણ ઘરના ઘરનું સપનું સાકાર ક્યારે થશે તેવી આશા સાથે હપ્તાના નાણાની ચુકવણીની રાહ જોઈ બેઠા છે.
લાભાર્થીના પુત્ર જીવણભાઈ બરંડા એ જણાવ્યું કે મારું મકાનનું કામ ૨૦૧૭ માં મંજુર થયું હતું ત્યારે આજે દિન સુધી બીજો હપ્તો નહિ મળતા ઘરનું કામ અધૂરું છે.સમગ્ર મામલે ભિલોડા તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ શાખાના તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ભિલોડા તાલુકામાં ૫૧૮૬ મકાનોનું કામ મંજુર કરાયું હતું જે પૈકી ૫૧૫૭ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જ્યારે ૫૦૦૬ લાભાર્થીઓને બીજો હપ્તો ચૂકવાયો છે બાકીના ૧૮૦ લાભાર્થીઓને ઘરનું કામ બાકી હોઇ તેમજ સ્થળાંતર તેમજ જમીન વિવાદના કારણે સહાય ચૂકવી શકાઈ નથી
ગ્રામ વિકાસ શાખા ભિલોડાના આસિસ્ટન્ટ ટીડીઓ રાકેશભાઈ પટેલના જણાવ્યાનુસાર ૦૦.૦૧ થી ૦૧.૦૨ ( ૧૮૦ લાભાર્થીઓને જુદી જુદી ટેકનીકલ ખામીઓને કારણે સહાય ચૂકવાઈ નથી .ભિલોડા તાલુકામાં પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન સહાયનો બીજો હપ્તો નહિ ચુકવતા મુશ્કેલી તાલુકામાં ૧૮૦ લાભાર્થીઓ સહાયની રાહ જોઈ બેઠા છે સહાય નહિ ચૂકવાય તો લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું રોળાશે રજૂઆત કરી થાકી ચુકેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રીને લેખિત જાણ કરી છે.