ખેડબ્રહ્મા: શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ ના કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી નટુભાઈ પરમાર ની વરણી

ખેડબ્રહ્મા: શ્રી ગુરુ રવિદાસ વિશ્વવિદ્યાપીઠની રાષ્ટ્રીય કક્ષાની મીટીંગ તા.12-7 -24 ના રોજ ન્યુ દિલ્હી ખાતે મીટીંગ મળેલી.
અગાઉ આજ વિશ્વ મહાપીઠના પાયાના કાર્યકર તરીકે તેમની ઉમદા સેવાઓને ધ્યાનમાં લેવામાં આવી હતી
જેમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે
ઇડર ભાણપુર નિવાસી નટુભાઈ મોહનભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હતી.
શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ના કાર્યકારી પ્રમુખ ની જવાબદારી સોપતા ગુજરાત પ્રદેશ એકમમાં તેમજ સાબરકાંઠા જિલ્લાના તમામ સ્વયંસેવકોએ નટુભાઈ ને પ્રમુખ પદના સ્થાનને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ઉતરાખંડ ના ભાજપાના પ્રભારી દુષ્યંતકુમાર ગૌતમજી તેમજ મહાપીઠના આંતરરાષ્ટ્રીય મહામંત્રી શ્રી તથા સમાજના વરિષ્ઠ આગેવાન આત્મારામભાઈ પરમાર ,મહાપીઠના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરાખંડ સરકારના પૂર્વ મંત્રી રવિદાસ આચાર્ય સુરેશજી રાઠોડ તથા મહાપીઠના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુરેશભાઈ
કટારીયાજી ,મહાપીઠના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી સુરજ કેહરોજી તથા પૂર્વ આઈએએસ અને મહાપીઠના રાજકીય ઉપાધ્યક્ષ તથા પૂર્વ ધારાસભ્ય આર. એમ પટેલ તેમજ રાષ્ટ્રીય મહાપીઠના તમામ
પદા અધિકારીઓનો શ્રી નટુભાઈ પરમારે કાર્યકારી પ્રમુખ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300