ગણેશે કરી ગણેશ સ્થાપના

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના પછાત પરિવારમાં જન્મેલો ગણેશ બારૈયા વિકલાંગ હોવા છતાં ડોક્ટર બનશે તેવી કલ્પના તેમના પરિવારે કદી કરી નહીં હોય.પણ આખરે સમય તેને ક્યાંથી ક્યાં લઈ ગયો ?ન્યાયતંત્રએ લાભાર્થીના સાદને સમજીને નવો ચીલો ચાતર્યો.
વાત એમ છે ગણેશ બારૈયા ભણવામાં અવ્વલ નંબર પણ પોતાનું ઠીંગણાપણું માત્ર 96 સેન્ટીમીટર ઉંચાઇ અને 14.5 કિલો વજન તેના ભવિષ્યમાં બાધક બનશે તેવી કલ્પના નહોતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તેમણે નીટ પરિક્ષામા 223 ગુણ 2018મા મેળવ્યા.તે એમ સી આઇ ના નિયમો મુજબ વિકલાંગ વ્યક્તિ મેડિકલ માં પ્રવેશ મેળવી શકે નહીં તેથી ગણેશને એડમિશન કમિટી એ મેડિકલમાં પ્રવેશ આપતો અટકાવ્યો .જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદભાઈ પટેલ અંગત રસ લઈ શાળા સંચાલકો,ગણેશ માનવીય ધોરણે માર્ગદર્શન આપ્યું. ગણેશ પોતાના એડમિશન માટે ગુજરાતની વડી અદાલતમાં ન્યાય મેળવવા ગયો. પરંતુ ત્યાંથી પણ નીરાશા સાંપડી .હાઈકોર્ટનો ચુકાદો એડમિશન કમિટીના તરફેણમાં આવ્યો. હવે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ના સંચાલકો ગણેશ બારૈયા માટે અંતિમ બિંદુ સુધી લડવા માંગતા હતાં. ગણેશના કિસ્સાને લઈને તેઓએ ભારતની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા. સર્વોચ્ચ અદાલતે ગણેશ મેડિકલ એડમિશન આપવાનો હુકમ કર્યો .આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય હતો .ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે સૂચના આપી કે ડિસેબલ વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટ જોગવાઈ થવી જોઈએ.
ગણેશ પોતાનુ તો એડમિશન મેળવ્યું. પરંતુ તેમના જેવા ગુજરાતમાં ચાલુ વર્ષે ત્રણ વિદ્યાર્થીઓને અને સમગ્ર ભારતમાં કુલ સાત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો. જેથી એવું કહેવાય ગણેશ બારૈયા નવી પહેલની સ્થાપવા માટે ગણેશ સ્થાપન રૂપ સાબિત થયો. તેમને ખૂબ ખૂબ અભિનંદન. નીલકંઠ વિદ્યાપીઠ ના સંચાલકો સર્વશ્રી રેવતસિહ સરવૈયા અને દલપતભાઈ ને પણ અભિનંદન આપીએ એટલા ઓછા.