પહેલી આૅગસ્ટથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ભારત-પાક જંગ નહીં હોય!

લંડન,
આવતા મહિનાની શરૂઆતથી ટેસ્ટ-ક્રિકેટની સૌપ્રથમ ‘આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅÂમ્પયનશિપ’ શરૂ થઈ રહી છે. પહેલી આૅગસ્ટે ઇંગ્લૅન્ડ-આૅસ્ટ્રેલિયા વચ્ચે જે ઍશિઝ ટેસ્ટ-શ્રેણી શરૂ થશે એનાથી જ આ વિશ્ર્વ ટેસ્ટ-સ્પર્ધાનો આરંભ થયો કહેવાશે. આ ચૅમ્પયનશિપ જૂન, ૨૦૨૧ સુધી (લગભગ બે વર્ષ સુધી) ચાલશે. આ ચૅÂમ્પયનશિપમાં (પહેલી બે સિઝનમાં) ભારત-પાક મુકાબલા નહીં રખાય. આઇસીસીએ નિર્ણય લીધો છે. જાકે, તેઓ પહેલા બે સ્થાન પર આવશે તો તેમની વચ્ચે લાડ્ર્સમાં ફાઇનલ જરૂર રમાશે. સ્પર્ધાની કુલ નવ ટીમોમાં ભારત, પાકિસ્તાન, આૅસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇÂન્ડઝ, શ્રીલંકા અને બંગલાદેશનો સમાવેશ છે. જાકે, એમાં ટેસ્ટના બીજા ત્રણ સભ્ય-દેશો ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન તથા આયર્લેન્ડનો સમાવેશ નહીં હોય.