ધોની મહાન ખેલાડી,તે જાણે છે ક્યારે નિવૃત્તિ લેવીઃ એમએસકે પ્રસાદ

મુંબઇ,
વેસ્ટઈન્ડીઝ માટે રવિવારનાં મુંબઈમાં આયોજિત પ્રેસ કાન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત કરી છે.પ્રેસ કાન્ફરન્સમાં મુખ્ય પસંદગીકારે જણાવ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અત્યારે સિલેક્શન માટે ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે, “વર્લ્ડ કપ ૨૦૧૯ સુધી મહેન્દ્ર સિંહ ધોનીને લઇને અમારા અલગ અલગ પ્લાન હતા અને હવે વર્લ્ડ કપ બાદ અમે ઇચ્છીએ છીએ કે ઋષભ પંત જેવા ખેલાડીઓને તક મળે.
મુખ્ય પસંદગીકારને પુછવામાં આવ્યું કે શું ધોનીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી લીધી છે અને શું તે આગળ રમવાનું ચાલુ રાખશે? આનો જવાબ આપતા પ્રસાદે કÌšં કે, “હું આ પ્રશ્નનો જવાબ ના આપી શકુ. આ નિર્ણય હવે ધોનીએ કરવાનો છે.” એમ.એસ.કે પ્રસાદને પુછવામાં આવ્યું કે શું તેમની ધોની સાથે આગળનાં પ્લાનને લઇને ચર્ચા થઈ? આ વિશે પ્રસાદે કÌšં કે, “જી, હા. મારી ધોની સાથે આ વિશે વાત થઇ છે.”
મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે પ્રસાદે કÌšં કે, “સંન્યાસ એક વ્યÂક્તગત નિર્ણય છે અને ધોની જેવા દિગ્ગજ જાણે છે કે તેમણે ક્રિકેટને ક્્યારે અલવિદા કહેવાનું છે, પરંતુ સિલેક્શન કમિટી પાસે પોતાના રાડમેપ છે અને તે યુવાઓને તક આપવાનું ચાલુ રાખશે.