જમ્મુકાશ્મીર ઉપર થતો પથ્થરમારો એ ભારત દેશ માટે કલંક સમાન છે

- આનંદ પટેલ
દરરોજ ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં કરફ્યુ ,પણ શા માટે કરફ્યુ થયું છે, તેના મૂળ સુધી આપણે પોહચી શકતા નથી, એનું મુખ્ય કારણ એ છે કે આપણાં દેશને દિલથી પ્રેમ કરતાં નથી. આપણાં જમ્મુકાશ્મીર માં કેટલાક અસમાજિક અને દેશદ્રોહી લોકો રહે છે. તેના કારણે ભારત દેશની વિરુધ્ધમાં ત્યાના માણસોને ઉશ્કેરણીજનક ભાષણ આપી દેશ માં ભાગલા પાડવા માટે તેઓ સક્રિય રહે છે. અત્યારના સમયમાં અને દેશ આઝાદ થયો ત્યારે પણ કેટલાક અસમાજિક તત્વો એ દેશના ટુકડા કરી નાખ્યા હતા, પણ આપના દેશના જાંબાઝ પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ભારત દેશ એક થઈ ગયો હતો, આ સરદાર વલ્લભભાઇ પટેલના કર્યો પ્રતિષ્ઠિત રાજકારણીઓની આંખ માં કણાંની માફક કુચ્યા એટલે એક અલાયદું જમ્મુકાશ્મીરનો જન્મ થયો, આમ ભારત દેશ આઝાદ થયો ત્યારથી જમ્મુકાશ્મીરનો પ્રશ્ન ચાલ્યો આવે છે, આ પ્રશ્ન ફક્ત વાતો કરવાથી કે રાજકારણ રમવાથી દૂર થાય એવો નથી ,આ પ્રશ્નનું સોલ્યુસન લાવવું હોય તો ભારત દેશ આઝાદ થવા માટે જેટલા પ્રયત્નો કર્યા હતા એટલા પ્રયત્નો જમ્મુ કાશ્મીરને સ્વતંત્ર કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે, આ પ્રયત્નો કરાયા પછી પણ સફળતા મળે એ ચોકકસ નથી, પણ એક સમય જતાં સારું પરિણામ મળી શકે છે.
આમ આતો એવું થયું કે કહેવાય કે ભારત દેશ આઝાદ થયો અને પાકિસ્તાનનો પ્રિમેચ્યોર બાળકના સ્વરૂપે જન્મ થયો. પણ તમેજ સમાજમાં જોવો છો કે જેને પ્રિમેચ્યોર બાળક જન્મે છે, તેમાં વધુ દુખ સહન કરવાનું માતાના પક્ષમાં જ હોય છે, કેમકે તમેજ જાણો છો કે માતાએ તેને નવ મહિના સુધી પોતાની કૂખ માં રાખ્યો હોય છે અને છેવટે તે બાળક પ્રિમિચ્યોર જન્મેતો માતાને અસહ્ય દુખ થાય તે સ્વભાવિક છે.તેવી જ રીતે ભારતમાતા ના એક બાળક સ્વરૂપે પાકિસ્તાન નો જન્મ થયો,પણ પ્રિમિચ્યોર જન્મ થયો તેથી ભારત માતા અસહ્ય રીતે દુખી થાય છે. પાકિસ્તાના જયારે તેની માતા પાસે સહાય માગે છે ત્યારે કોઈપણ કચવાટ વગર પોતાના પ્રિમેચ્યોર બાળકને સહાય કરવા તૈયાર થઈ જાય છે.ભારત દેશની બોડર ઉપર ગમેતેટલું સીઝ ફાયર થતું હોય તો પણ ભારત દેશ પાકિસ્તાન માં અનાજ અને શાકભાજી નિકાસ કરવાનું બંધ નથી કરતો એટલે જ કહેવાયું છે કે.
“છોરું કછોરુ થાય પણ,માવતર કમાવતર ના થાય”
આ કહેવત ભારત અને પાકિસ્તાનના સંબધ ઉપર યથાર્થ સ્વરૂપે સાચી સાબિત થાય છે. આપણે જાત ને જ પૂછવું જોઈએ કે આપણે કોઈ દિવસ આતંકવાદી કે ત્રાસવાદી ને જોયા છે, અને ના જોયા હોય તો હું કહી દઉં કે આતંકવાદી કે ત્રાસવાદી તેને કહેવાય કે માનવ વિરોધી રાષ્ટ્રદોહનું કાર્ય કરે તે દરેક માણસ આતંકવાદીની વ્યાખ્યામાં આવી જાય,તેમાં કોઈપણ દેશનો માણસ હોય ચાહે ભારત હોય કે અમેરિકા ! આમ પબ્લિકમાં ત્રાસ અને આતંક ફેલાવાનાર એક માણસ નહીં પણ એક રાક્ષસ સ્વરૂપ હોય છે. તમે કોઈ દિવસ જમ્મુકાશ્મીરના ખાડી વિસ્તારમાં જજો એટલે ત્યાં તમને કોઈ માણસ નહીં પણ આતંકવાદીઓનું શહેર જોવા મળશે. જમ્મુકાશ્મીર રાજયમાં ફકત બે જ પ્રકારની કોમ્યુનિસ્ટ રહે છે. તેમાં એક ભારત દેશ વિરોધી આતંકવાદીઓ અને બીજા ભારત દેશના શૂરવીર જવાનો. આપણાં ભારત દેશના શૂરવીર જવાનો માટે દરોજ ભગવાન પાસે દીર્ધઆયુ માગવા પ્રાથના કરવી જોઈએ, એનું મુખ્ય કારણ એ છે કે તમે જે જીવી રહ્યા છો તે તેમના કારણે, આપણે તો ટી.વી. માં પથ્થરમારો જોઈને પી પી આવી જાય છે, આતો તેમની સામે જઈને લડવાનું હોય છે, ત્યાં રહેતા આપણ જવાનને કોઈપણ દયા વગર રહેસી નાખવાનું કૃત્ય નામર્દ પથ્થર બાજોનું હોય છે.